ઝાલોદ બસસ્ટેશનમાં વર્લ્ડ એઇડ્સ ડે નિમિતે જન જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ બસસ્ટેશનમાં વર્લ્ડ એઇડ્સ ડે નિમિતે જન જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું
ઝાલોદ નગરના બસસ્ટેશન વિસ્તારમાં તારીખ 01-12-2023 શુક્રવારના રોજ વર્લ્ડ એઇડ્સ ડે નિમિતે જન જાગૃતિ માટે એસ.ડી.એચ હોસ્પિટલ દ્વારા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે એસ.ડી.એચ હોસ્પિટલમાં રંગોળી દોરી કેન્ડલ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને જન જાગૃતિ હેઠળ પ્રોગ્રામ યોજાયો હતો. એસ.ટી.આઇ એન્ડ આઇ.સી.ટી.સી કાઉન્સિલર ,વિહાન પ્રોજેક્ટ, લિંકવર્કસ પ્રોજેક્ટ કાર્યકરો હાજર રહ્યા હતા સાથે સાથે એસ.ડી.એચ હોસ્પિટલના અધીક્ષક મૅડમ, સ્ટાફ નર્સ તેમજ તમામ મેડિકલ ટીમે હાજરી આપી હતી.