દેવગઢ બારીયા સબજેલમાંથી ૧૩ કેદીઓ ફરાર મામલે ૪ પોલીસકર્મીઓ કરાયા સસ્પેન્ડ
દાહોદ,તા.૦૨
દાહોદની દેવગઢ બારીયા સબજેલમાંથી ૧૩ કેદીઓ ફરાર થઈ ગયા હતા .જે મામલે ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ૧૩ કેદીઓએ ભેગા મળીને બેરેકનું તાળું તોડ્યું હતું અને જેલની દીવાલ કુદીને મોડી રાત્રે કેદીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ બનાવને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે.
#Sindhuuday Dahod

