ઝાલોદ તાલુકાના નાનસલાઈ થી લીમડી જતાં રસ્તા પર બાઇક સવારના અડફેટે એક રાહગીરનું મોત : બાઇક ચાલક બાઇક મૂકી ફરાર.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના નાનસલાઈ થી લીમડી જતાં રસ્તા પર બાઇક સવારના અડફેટે એક રાહગીરનું મોત : બાઇક ચાલક બાઇક મૂકી ફરાર

તારીખ 02-12-2023 ના શનિવારના રોજ આસરે સાંજે 6:30 વાગ્યાના અરસામાં નવી વસાહત, નાનસલાઈ મુકામે રહેતા કડકીયા વિરકા ગરાસિયા ઘરની બહાર કુદરતી હાજતે જવા નીકળેલ હતા ત્યારે ઝાલોદ તરફથી પૂરપાટ બેફીકરાઇ પૂર્વક ચલાવીને આવતો અજાણ્યો મોટરસાયકલ સવાર જે નાનસલાઈ થી લીમડી તરફના રસ્તા પર જતો હતો જે ગાડીનો નંબર GJ-20-BA-2864 હતો તેની મોટરસાઈકલ થી કડકીયા વીરકા અડફેટે આવી જતાં રોડ પર ફેંકાઈ ગયેલ હતા તેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામેલ હતી. તાત્કાલિક તેનાં પરિવારજનો દ્વારા ૧૦૮ માં ઝાલોદ ધૂન હોસ્પિટલમાં ઘાયલ અવસ્થામાં લાવવામાં આવેલ હતા પરંતુ ઇજા વધુ ગંભીર હોવાથી ઇજા થયેલ દર્દીને દાહોદ ઝાયડસ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા ત્યાં સારવાર દરમ્યાન રાત્રે 11:30 વાગે દર્દીને મૃત જાહેર કરવામાં આવેલ હતા ત્યાર બાદ મૃત પામેલ કડકીયા વીરકાના પરિવારજનો દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!