ઝાલોદ પોલિસ સ્ટેશનમાં મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે નકલી સિરપ કાંડ અંગે મીટિંગ યોજાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલિસ સ્ટેશનમાં મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે નકલી સિરપ કાંડ અંગે મીટિંગ યોજાઈ
પી.એસ.આઇ માળીની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજવામાં આવી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ઝેરી કેફી પદાર્થ યુક્ત સિરપ કાંડને લઈ સતર્કતા જાળવવા તેમજ માહિતી આપવા હેતું ઝાલોદ નગરના પી.એસ.આઇ માળી દ્વારા મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે એક મીટિંગ તારીખ 04-12-2023 ના રોજ બપોરે 12:30 વાગ્યે રાખવામાં આવી હતી. ખેડાના નડિયાદમાં થયેલ સિરપ કાંડને લઈ ઝાલોદ પોલિસ તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. ઝેરી સિરપ કાંડને લઈ પી.એસ.આઇ માળી દ્વારા મેડિકલ સ્ટોર સંચાલકોનુ ધ્યાન દોર્યું હતું. ઝેરી સિરપને લઈ કોઈ પણ જાતની માહિતી કે બાતમી મળે તો તુરંત પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. હાલ ઝેરી સિરપ કાંડના મુખ્ય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે, આવા આરોપીને શોઘી કાઢવા માટે તેમજ માહિતી સભર તપાસ અંગે ઝાલોદના મેડીકલ સ્ટોરના સંચાલકો સાથે પી.એસ.આઇ માળીએ સાચી માહિતીની આપલે કરી ગુનેગારોને પકડી પાડવા કોઈ પણ જાતની માહિતી મળે તો તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા મીટિંગ યોજી હતી. આ મીટીંગમાં હાજર રહેલ તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા પૂર્ણ સમર્થન આપી પોલીસને સહયોગ કરવા ખાત્રી આપી હતી.