ઝાલોદ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા થી પૂજન થઈ આવેલ કુંભની પૂજા કલામંદિર ખાતે કરાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા થી પૂજન થઈ આવેલ કુંભની પૂજા કલામંદિર ખાતે કરાઈ
અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રી રામના પુનઃ પ્રતિષ્ઠા મંદિર માટે અયોધ્યાથી આવેલા પ્રસાદ અક્ષત ( ચોખા)કળશ પૂજન કાર્યક્રમ નગરના પૌરાણિક મંદિર કલામંદિર ખાતે તારીખ 04-12-2023 ના રોજ રાત્રીના 8 વાગે સહુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતી. ભારતનું ગર્વ એવું શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરી એ યોજવામાં આવનાર છે તેની તડામાર તૈયારીઓ પણ સમગ્ર ભારતમાં તેમજ વિશેષ અયોધ્યામાં ચાલી રહેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠાને ઐતિહાસિક બનાવવા હેઠળ તેમજ સમગ્ર ભારતને રામમય બનાવવા માટે વિવિધ કાર્યક્રમો જિલ્લા, તાલુકા તેમજ ગ્રામીણ ક્ષેત્રે કરવામાં આવનાર છે. ઝાલોદ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા થી આવેલ પવિત્ર અક્ષત લઇ જઇ નગરના દરેક હિન્દુના ઘરે જઈ રામ મંદિર અયોધ્યામાં દર્શન માટે પધારવા માટે 01-01-2024 થી 15-01-2024 સુધી વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો નીકળનાર છે.

