ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું*
*ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા,દાહોદ જિલ્લો*
ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું*
– વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનો રથ ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામે પહોંચતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો સમક્ષ સ્પષ્ટ કર્યો હતો. ગામમાં હજુ પણ કોઈ નાગરિક સરકારશ્રીની યોજનાઓથી વંચિત રહી ગયા હોય તો તેને પણ યોજનાથી લાભાન્વિત કરવા ગામના અગ્રણીઓને આગ્રહ કર્યો હતો. આજે આપણા આંગણે આવી પહોંચેલા વિકાસ રથને આવકારી સરકારી યોજનાના વિવિધ સ્ટોલોની મુલાકાત લઇ મળવા પાત્ર લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ ,જિલ્લા પંચાયત સભ્ય શ્રીઓ,સરપંચ શ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.