શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય લઈ ખાતેમોઢાના, ચહેરાના, તથા જડબાના રોગોનો તપાસ કેમ્પ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય લઈ ખાતેમોઢાના, ચહેરાના, તથા જડબાના રોગોનો તપાસ કેમ્પ યોજાયો.

.શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે ,યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ થી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથી મોઢાના… ચહેરાના… તથા જડબાના રોગો ના તપાસ માટેનો નિશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૫૦ ઉપરાંત દર્દીઓએ નિ:શુલ્ક તપાસ કરાવી હતી. કેમ્પનું ઉદઘાટન પરમ પૂજ્ય સંત  નિર્ગુણદાસજી મહારાજે દિપ પ્રગટાવી કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિ- દાનવીર ઈપ્કોવાળા દેવાંગભાઈ પટેલ, નેત્ર ચિકિત્સાલય ના રમણ કાકા, અગ્રણી કાર્યક્રર ભુપેન્દ્રભાઈ દેસાઈ, વિજયભાઈ સરૈયા , તથા અમદાવાદ થી ખાસ ડો. રિધ્ધીબેન માતરીયા,ડો. વિપુલ નગવાડીયા એ દર્દીઓને તપાસ્યા હતા, નિદાન પછીની સારવાર પણ જરૂરિયાત મંદોને રાહત દરે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવેલ ડોક્ટરોએ જણાવ્યું કે પાન ગુટખા મસાલા સિગરેટ ના સેવનથી ઉપરોક્ત રોગો થઈ શકે છે. આ કેમ્પ શ્રી સંતરામ મંદિર સંચાલિત નેત્ર ચિકિત્સાલય માં શરૂ કરાયેલ દાંત વિભાગમાં કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!