ગરબાડા પોલીસે રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ચડ્ડી બનિયાન ધારી ગેંગના નાસતા ફરતા આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા પોલીસે રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ચડ્ડી બનિયાન ધારી ગેંગના નાસતા ફરતા આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો.
ગરબાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ.પટેલ, ડી સ્ટાફ ઇન્ચાર્જ દિપ્તીનભાઈ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે (૧) વિજયવાડા ટાઉન પોલીસ સ્ટેશન (આંધ્રપ્રદેશ રાજ્ય) ના ગુન્હા નંબર ૮૨૫/૨૦૨૧ તથા (૨) ઇબ્રાહીપટનમ પોલીસ સ્ટેશન ગુન્હા નંબર ૦૮૮૮/૨૦૨૧ તથા (૩) પેનામાલુરુ પોલીસ સ્ટેશન ગુન્હા નંબર ૧૧૧/૨૦૨૧ (૪) સંપીગેહલ્લી પો.સ્ટે.(કર્ણાટક રાજ્ય) ગુન્હા નંબર ૧૮/૨૦૨૩ ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રમેશભાઇ પાંગળાભાઇ મંડોડ રહે. ગુલબાર ખાટીયા ફળીયા તેના ઘરે આવેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ગરબાડા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ જઇ આરોપીની ઓળખ કરી તેને કોર્ડન કરી પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી તેનો કબજો સંપીગેહલ્લી પો.સ્ટે.(કર્ણાટક રાજ્ય)ના પોલીસ કર્મચારીઓને આગળની કાર્યવાહી માટે સોપવામા આવ્યો હતો.આમ રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ચડ્ડી બનીયાન ગેંગના નાસતા ફરતા આરોપીને પકડવામા ગરબાડા પોલીસને સફળતા મળી હતી.