ઝાલોદ તાલુકાના ધાવડીયા મુકામે ટ્રક ચાલક અને બાઈક સવાર વચ્ચે સર્જાયો અકસ્માત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ધાવડીયા મુકામે ટ્રક ચાલક અને બાઈક સવાર વચ્ચે સર્જાયો અકસ્માત
: બાઇક સવારનું મોત
ઝાલોદ તાલુકાના ધાવડીયા મુકામે તારીખ 08-12-2023 શુક્રવારના રોજ આસરે બપોરે ત્રણ કલાકે મોનાડુંગર તરફથી ઝાલોદ તરફ આવતા પલસર મોટરસાઇકલ જેનો નંબર GJ-20-S-1935 હતો. તે મોટરસાઇકલ પર બે વ્યક્તિ સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ નકુલ દલસીંગ ડામોર બાઇક ચલાવતો હતો અને તેના સાથે તેનો મિત્ર પણ બાઇક પાછળ બેસી ઝાલોદ તરફ આવતા હતા. તે દરમ્યાન ઝાલોદ તરફ થી જતી અશોક લેયલેન્ડ ટ્રક જેનો નંબર RJ-09-GC-5759 પૂરઝડપે આવી રહી હતી ત્યારે ધાવડીયા મુકામે ટ્રક ચાલકની બેફિકરાઇ રીતે હંકારી રહેલ હતો. ટ્રક ચાલકની ગફલત રીતે ચલાવવાના લીધે ઝાલોદ તરફ આવતી મોટરસાયકલ સાથે એક્સીડેન્ટ થયેલ હતું. એક્સીટેન્ટ થતાં ટ્રક ચાલક ગાડી મૂકી નાશી ગયેલ હતો. આ એક્સીડેન્ટમાં બંને બાઇક ચાલક જમીન પર ફેંકાઈ ગયેલ હતા. આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક નકુલ ડામોરને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત થયેલ હતું.