ઝાલોદ તાલુકાના પેથાપુરા ગામ નજીક બાઈક ચાલક સ્પીડમાં જઇ પછડાટ ખાતાં મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના પેથાપુરા ગામ નજીક બાઈક ચાલક સ્પીડમાં જઇ પછડાટ ખાતાં મોત
ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલિસ સ્ટેશનમાં તારીખ 08-12-2023 ના રોજ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બાઇક પર એક વ્યક્તિ સવાર થઈ સ્પીડમાં જતા સમયે બાઇક પરનો કાબુ ગુમાવતા બાઇક પર થી પડી જતાં બાઇક સવારનું મૃત્યુ થવા પામેલ છે. રાજેશ ચોખાભાઈ ડાંગી પોતાની હીરો ડીલક્ષ મોટરસાઇકલ જેનો નંબર GJ.20.AE.4988 લઇ પેથાપુર પાણીયા વાળી ચોકડીથી આગળ વળાંકમાં અકસ્માત થયેલ હોવાની માહિતી તેમના કુટુંબીજનોને મોબાઇલ પર મળી હતી. તાત્કાલિક પરિવારજનો પેથાપુર નજીક પાણીયાવાળી ચોકડી થી આગળ પહોંચતા ત્યાં વળાંકમાં ગટરમાં રાજેશભાઇ બાઇક સાથે પડેલ હતા. રાજેશભાઇને શરીરના અંગો પર ગંભીર ઈજાઓ થયેલ હતી ત્યાંથી તાત્કાલિક ૧૦૮ મારફત પેથાપુર સરકારી હોસ્પિટલમાં લઇ જવામા આવેલ હતા અને ત્યાં પ્રાથમિક સારવાર કરી દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવેલ હતા ત્યાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા રાજેશભાઇનું મૃત્યુ થયેલ માલુમ પડેલ હતું. આ અંગે વધુ તપાસ માટે તેમના પરિવાર દ્વારા ચાકલિયા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
