સંજેલી તાલુકા ના ચમારિયાગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન.
કપિલ સાધુ સંજેલી
સંજેલી તાલુકા ના ચમારિયાગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન.
..ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે સંજેલી તાલુકાના ચમારિયા ગામ ખાતે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા.આ અન્વયે પી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો.જેમાં ચમારિયા ગામ ના મહિલા સરપંચ મીનાબેન ફૂલસિંગ ભાઈ ભમાત , તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોર , નાયબ તાલુકા વિકાસ અધિકારી લાલા ભાઈ મકવાણા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ સિંઘ , માજીપાર્ટી પ્રમુખ ફૂલસિંઘ ભાઈ ભમાત મહેન્દ્ર ભાઈ પલાસ બટા બાપુ જગ્ગુબાપૂ ઉપસ્થિત રહ્યા હતા કપિલ સાધુ સંજેલીમો :8000250084

