દાહોદમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ : કુલ આંકડો 6 ને પાર

દાહોદ તા.03

દાહોદમાં વધુ એક કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જુના વણકરવાસના કોરોનાગ્રસ્ત સરફરાઝ કુરેશીના સંપર્કમાં આવેલા નાના ભાઈ પણ કોરોના પોઝીટીવ નીકળતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

વધુમાં જાણવા મળ્યા અનુસાર દાહોદ શહેરના જુના વણકરવાસના રહેવાસી સરફરાઝ કુરેશી તેમના પરિવાર ના સભ્યો સાથે મધ્યપ્રદેશના નીમચ ખાતે 30 માર્ચના રોજ લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાંથી 29મી એપ્રિલના રોજ મેડિકલ ગ્રાઉન્ડ પર ર દાહોદ ખાતે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારને કોરોનટાઇન કરી કરી તેમના સેમ્પલો લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 44 વર્ષીય સરફરાજ કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયો હતો. સરફરાજ કુરેશીને અત્રેની હોસ્પિટલમાં ખસેડી તેમના પરિવારના દસ સભ્યોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તમામના સેમ્પલો અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. જે પૈકી સરફરાજ કુરેશીના સંપર્કમાં આવેલા નાના ભાઈ 37 વર્ષીય વસીમ કુરેશી રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગઈકાલે જુના વણકરવાસના રહેવાસી સરફરાજ કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર દ્વારા જુના વણકરવાસને કંટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યું છે.તેમજ કસ્બા વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદમાં આજરોજ વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા શહેરીજનો માં એક પ્રકારનો ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે.
#sindhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: