નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા ૬૭મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર ૧૯ (ભાઈઓ અને બહેનો)-૨૦૨૩-૨૪ માટે તા. ૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- ૨૦૨૩ નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ સ્પોર્ટસ સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો. જેમાં ૨૯ રાજ્યોના કુલ ૫૦૦ ખેલાડીઓ અને કોચ, મેનેજર સહિત કુલ ૨૦૦ ઓફિસિયલ સ્ટાફ સભ્યો જોડાયા હતા. અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- ૨૦૨૩ તા. ૮ ડિસેમ્બર ૨૦૨૩ થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ચાલશે. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણે વ્યક્તિ ઘડતરમાં રમતનું મહત્વ સમજાવી તમામ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સિવાય નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા તમામ રમતવીરોને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેલાડીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને SGFI ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આર્ચરી ખેલાડી જતી જેનીશા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, ડીએસડીઓ મનસુખ તાવેથીયા સહિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના અન્ય સભ્યો, રમતવીરો, કોચ, ટ્રેનર વગેરે હાજર રહ્યા હતા.