બી.પટેલ આર્ટસ કોલેજમાં સ્વદેશીથી સ્વરોજગારી તરફ વિષય પર વ્યાખ્યાન યોજાયું.
નરેશ ગનવાણી નડિયાદ
સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં સ્વદેશીથી સ્વરોજગારી તરફ વિષય પર વ્યાખ્યાન યોજાયું.
ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં નડિયાદના આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી એનએસએસ યુનિટ દ્વારા બાબુ ગેનૂ સઈદ ની જન્મજયંતિ નિમિત્તે બલિદાન દિવસ અંતર્ગત ‘સ્વદેશીથી સ્વરોજગારી તરફ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. મુખ્ય વક્તા તરીકે ડીડીએલટી કોલેજના અઘ્યાપક અને સ્વદેશી જાગરણ મંચ, ખેડા જિલ્લાના સક્રિય સભ્ય ડો. કવિતભાઈ શાહે ઊપસ્થિત રહી સ્વદેશી અપનાવી સ્વરોજગારી વિકસાવવા માટે વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી. અમર શહીદ બાબુ ગેનૂ સઈદએ ૧૯૦૮ માં સ્વદેશી અપનાવવા માટે ૨૨ વર્ષે શહીદી વ્હોરી હતી. તેના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યએ વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવી દેશ પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે આહવાન કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત કુ.દામિની મારવાડી અને કુ.નિકિતા રોહીતે કરેલી પ્રાર્થનાથી થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન એસ એસ પ્રોગ્રામ ઓફીસર ડો. પ્રકાશભાઇ વિછીયાએ કર્યુ હતું તથા આભારવિધિ એન એસ એસ સ્વયંસેવક ધ્રુવ જોશીએ કરી હતી.