લુણાવાડા પોસ્ટ વિભાગના GDS કમૅચારીઓ વિવિધ માગોને લઈ અચોક્કસમુદતની હડતાળ પર ઉતર્યા.
સંજય જયસવાલ
લુણાવાડા પોસ્ટ વિભાગના GDS કમૅચારીઓ વિવિધ માગોને લઈ અચોક્કસમુદતની હડતાળ પર ઉતર્યા
મહીસાગર જિલ્લાના પોસ્ટ વિભાગના GDS કર્મચારીઓ પડતર માગોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. લુણાવાડા પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ સુત્રોચાર કરી પોતાની પડતર માગોને લઈ રજૂઆત કરી હતી. હાલ લુણાવાડા પોસ્ટ ઓફિસ ખાતે 50 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. તેમજ મહીસાગર જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ GDS હડતાળ પર ઉતરેલા GDS આજે અમે સૌ ભાઈ બહેનો હડતાળ પર છીએ પુરા દેશમાં આ હડતાળ ચાલે છે. જેમાં અંદાજીત 300થી વધુ GDS કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે.