ઝાલોદ વકીલ મંડળના તમામ હોદેદારો બીન હરીફ ચુંટાયા.
ગુજરાત બાર એસોસીએશનના માર્ગદર્શન હેઠળ તમામ બાર એસોસીએશનની ચુંટણી કરવાની હોઈ, તે માટે પ્રસિધ્ધિ થયેલ જેમાં ઝાલોદ બાર એસોસીઅશનના વિવિધ હોદાઓ માટે ફોર્મ ભરાયેલ હતા જેમાં અન્ય ફોર્મ ન ભરાતા તમામ હોદેદારો બીન હરીફ ચુંટાઈ આવેલ જેમાં પ્રમુખ તરીકે આર.એચ.ડામોર, ઉપ-પ્રમુખ તરીકે બી.કે. ભુરીયા, સેક્રેટરી તરીકે એસ.વી.વસૈયા, વાઈસ સેક્રેટરી તરીકે આર.જી.રાવત, મહિતા પ્રતિનિધિ તરીકે કુ.એસ.આર.ભાભોર, વેલ્ફર સેક્રેટરી તરીકે એચ.એચ.સોલંકી, લાઈબ્રેરીયન તરીકે એસ.એ. નાગુજી અને સહ-લાઈબ્રેરીયન તરીકે જી.સી.મછાર નાઓ ચુંટાઈ આવતા વકીલ મંડળના તમામ સભ્યો ધ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.