ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો
ઠાસરા નજીક ખેતરમાં જમીનની અંદર ખાડો ખોદી છુપાવેલો ૩.૫૦ લાખનો દારૂ પોલીસે ઝડપી પાડી પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં બૂટલેગર હાજર ન હોય વોન્ટેડ જાહેર કરાયો છે. ડાકોર પોલીસના માણસો પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમા હતાં ત્યારે ચોક્કસ બાતમીના આધારે ઠાસરા તાલુકાના દાનીયાની મુવાડી ગામે પ્રાથમિક શાળાની પાછળના ખેતરમાં જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ પરમારના ખેતરમાં સર્ચ હાથ ધર્યું હતું. ખેતરના શેઢા પર જમીનમાં ખાડો ખોદી સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો હાથે લાગ્યો હતો. પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂના ક્વોટર નંગ ૩૫૦૪ કિંમત રૂપિયા ૩ લાખ ૫૦ હજાર ૪૦૦નો મળી આવ્યો હતો. જ્યારે તપાસ કરતા બૂટલેગર જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ પરમાર મળી આવ્યો ન હોય પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
