વસો તાલુકા સેવા સદન ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ વેચાણ કેન્દ્રની શરૂઆત.
નરેશ ગનવાણીનડિયાદ
વસો તાલુકા સેવા સદન ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ વેચાણ કેન્દ્રની શરૂઆત
રાજય સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી તાલુકા સેવાસદન, વસોના કમ્પાઉન્ડમાં તાલુકા વહીવટી તંત્ર-વસો, આત્મા પ્રોજેકટ ખેડા અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ હાટ ખુલ્લું મુકવામાં આવ્યું. જેમાં વસો તાલુકાના મલીયાતજ, અલીન્દ્રા, ખાંધલી, દેવા વાંટા વગેરે ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઝેરી રસાયણ મુકત અને પ્રાકૃતિક પધ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશ અને શાકભાજીનું વેચાણ કરવામાં આવ્યું. જેમાં ધાન્ય પાક- ૪૫ કિ.ગ્રા., શાકભાજી- ૫૧ કિ.ગ્રા. તથા ફળપાક-૦૮ કિ.ગ્રા.નું વેચાણ કરી હાજર ખેડૂતોને અંદાજીત રૂા. ૬ હજાર ૨૩૫ જેટલી આવક થયેલ છે. આ પ્રાકૃતિક કૃષિ હાટને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. આ પ્રાકૃતિક કૃષિ હાટનું વસો તાલુકા સેવા સદન ખાતે દર ગુરુવારે સવારના ૧૦ થી ૧૨ કલાક સુધી આયોજન થનાર છે. આ પ્રસંગે નાયબ બાગાયત અધિકારી નડીયાદ, મામલતદાર વસો, તાલુકા વિકાસ અધિકારી વસો, મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ) નડીયાદ, ખેતીવાડી તથા આત્મા પ્રોજેકટ, ખેડાના કર્મચારીઓ તથા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારીશઓ હાજર રહયા હતા.