સાયકલ પર જતા વૃધ્ધને કાર ચાલકે અડફેટ મારતાં સાઇકલ ચાલકનું મોત.
સાયકલ પર જતા વૃધ્ધને કાર ચાલકે અડફેટ મારતાં સાઇકલ ચાલકનું મોત નિપજ્યું કપડવંજ શહેરમાં રહેતા વૃધ્ધ સાઇકલ પર દૂધ આપી પરત આવી રહ્યા હતા ત્યારે કાર ચાલકે સાઇકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો સાઇકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું કપડવંજ શહેરના અક્ષર સોસાયટીમાં રહેતા મંગલેશ ભાઇ પટેલ ઉં. ૬૪ તા. ૧૩ ડિસેમ્બરના રોજ સાયકલ લઇ શહેરની સોસાયટીમાં છૂટક દૂધ આપી પરત આવી રહ્યા હતા. દરમિયાન શહેરના સ્વામીનારાયણ મંદિર પાસે એક કારના ચાલકે વૃધ્ધની સાયકલને અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃધ્ધને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ઘવાયેલા વૃધ્ધને તાત્કાલિક સારવાર અર્થે કપડવંજ શહેરમાં ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.