ઘરમાં બેસવા આવેલી મહિલાએ સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી કરી હોવાના આક્ષેપ.
નરેશ ગનવાણી નડિયાદ
ઘરમાં બેસવા આવેલી મહિલાએ સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી કરી હોવાના આક્ષેપ
કપડવંજ પંથકમાં રહેતી મહિલાએ પાડોશમાં રહેતી અન્ય મહિલાને ઘરમાં બેસવા માટે બોલવી હતી. ત્યારે પાડોશી મહિલાએ મકાન માલિક મહિલાની જાણ બહાર ઘરમાંની તીજોરીમાંથી ૧૧ તોલા સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. ફરિયાદ કપડવંજ રૂરલ પોલીસમાં નોધાઈ છે. હાલ મુંબઈ અને મુળ કપડવંજના મોટીઝેર ગામે રહેતી ૬૦ વર્ષિય મહિલા અવારનવાર મુળ વતન મોટીઝેર મુકામે આવતા જતાં હોય છે. નવેમ્બર માસમાં તેઓ મુંબઈથી મોટાભાઈના દિકરીના લગ્નની કંકોત્રી લખવા તેઓ પોતાના પતિ સાથે મૂળ વતને આવ્યા હતા. ગત ૨૯ નવેમ્બર ૨૯૨૩ના રોજ બપોરના જમી પરવારી ચારેક વાગ્યાના મહિલા પોતાના ઘરે હતા. તે વખતે પડોશમાં રહેતા મહિલા તેના ઘરે બેસવા આવ્યા હતા. ત્યારે ઘી બાબતે વાત કરતા મહિલાએ કહ્યું તમારે જ્યારે જોઈતું હોય ત્યારે કહેજો હું લાવી આપીશ. જેથી મકાન માલિકે પાડોશીની હાજરીમાં તીજોરી ખોલી ઘી માટે રૂપિયા ૬૦૦ આપ્યા હતા. ત્યારબાદ બાદ ફરીથી પાડોશીને ઘરે બોલાવી હતી અને કહ્યું કે મારે થોડીવાર પછી દેરાસર દર્શન કરવા જવાનુ હોવાથી તિજોરીમાંથી પાડોશીની હાજરીમાં કપડા બહાર કાઢેલા હતા. અને મહિલા કુદરતી હાજતે ગયા હતા ત્યારબાદ બંને મહિલાઓ છુટી પડી હતી. જે બાદ દેરાસર દર્શન કરી પરત અવેલી મહિલાએ પોતાની તીજોરીની ચાવી ન મળતા ભારે શોધખોળ બાદ એક બોક્ષમાંથી મળી આવી હતી અને તિજોરી ખોલી જોતા દાગીના અને રોકડ રૂપિયા ન હતા તેઓ ચોકી ઉઠ્યા હતા. આથી તેઓએ પાડોશી મહિલા પર ચોરીનો આક્ષેપ આપતી ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી છે. જેમાં ૨ લાખના દાગીના અને ૨૦ હજાર રોકડની ચોરી થઇ હોવાનું જણાવ્યું છે.

