અમેરિકામાં ગુજરાતી પર થયેલા ગોળીબારમાં યુવાનનું લાંબી સારવાર બાદ મોત.
નરેશ ગનવાણી નડિયાદ
અમેરિકામાં ગુજરાતી પર થયેલા ગોળીબારમાં યુવાનનું લાંબી સારવાર બાદ મોત
મુળ નડિયાદના અને વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયેલા યુવાન પર અજાણ્યા લોકોએ ઘરની પાસે જ રિવોલ્વરથી ગોળી મારી હતી. લૂંટના ઇરાદે થયેલા આ હુમલામાં યુવાનનું લાંબી સારવાર બાદ આજરોજ મોત થયું છે.
નડિયાદના વતની એવા શૈલેષભાઇ મેનગરના પુત્ર ઉજાસ છેલ્લા કેટલાય સમયથી અમેરિકાના નોર્થકોરોલીના સ્ટેટના ગ્રીન બોરો સીટીમા રહેતા હતા. ૪૬ દિવસ અગાઉ ઉજાસ પોતાના ઘરેથી કારમાં ઉતરતા હતા.તે સમયે અજાણ્યા લોકોએ રીવોલ્વરથી ગોળીબાર કર્યો હતો. જેથી ગોળી ઉજાસભાઈના પેટમાં વાગી હતી. આસપાસના લોકો દોડી આવતાં આ અજાણ્યા લોકો ફરાર થયા હતા.
ગંભીર રીતે ઘાયલ ઉજસભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે લાંબી સારવાર બાદ ઉજાસભાઈનુ કરૂણ મોત નિપજયું છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવાર સભ્યો તરફથી મળતી માહિતી મુજબ ઉજસભાઈ પોતે એન્જિનિયર હતા. અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. લુંટના ઈરાદે અજાણ્યો શખ્સ ગાડીનો પીછો કરી ઘર સુધી આવી અને કારમાંથી ઉતરતાજ ઝપાઝપી કરી લુંટના ઈરાદે રિવોલ્વરથી અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યું હોવાનું જણાવ્યું હતું
