ભારત સંકલ્પ યાત્રા વજેલાવ ખાતે આવતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
અજય સાંસી દાહોદ
ભારત સંકલ્પ યાત્રા વજેલાવ ખાતે આવતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા વજેલાવ ખાતે આવતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું
ગરબાડા તારીખ 18
વજેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા તાલુકા પંચાયતના પ્રમુખ મયુર ભાઈ ભાભોરે તથા તાલુકા વિકાસ અધિકારી રાઠવા એ જોરદાર સ્વાગત કરી દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે જરૂરી સમાજ આરોગ્ય અંગે ડોક્ટર ચંદ્રકલાબેન પરમાર, સમાજ સુરક્ષા અંગે રંજીતાબેન ભુરીયા ,પ્રાકૃતિક ખેતી અંગે રાજુભાઈ સંગોડ અને શિક્ષણ અંગે ભૂતવડ શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી . મેરી જુવાની મેરી કહાની સક્સેસ સ્ટોરી લાભાર્થીઓએ જાતે વર્ણવી હતી અને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે સ્થળ પર લાભાર્થીઓને સહાય કીટ આપવામાં આવી હતી. શિક્ષણ, આરોગ્ય ,આંગણવાડી, પ્રાકૃતિક ખેતી ,સમાજ સુરક્ષા, મામલતદાર કચેરી ,વગેરેથી સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ગામ લોકોએ એનો લાભ લીધો હતો ્ગામના સરપંચ અપિભાઈ ડામોરે અને તલાટી કમ મંત્રી પ્રશાંત ઇન્દુર કરે સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ભુરીયા એ કર્યું હતું