ગોઠાજ-નડિયાદ વચ્ચે કોઇ અજાણ્યા શખ્સોએ રેલ્વે ટ્રેક પર પથ્થરો મૂકી દેતા ચકચાર.
નરેશ ગનવાણી નડિયાદ
ગોઠાજ-નડિયાદ વચ્ચે કોઇ અજાણ્યા શખ્સોએ રેલ્વે ટ્રેક પર પથ્થરો મૂકી દેતા ચકચાર
અમદાવાદ-મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર ગોઠાજ-નડિયાદ વચ્ચે કોઇ અજાણ્યા શખ્સોએ ટ્રેન વ્યવહાર અવરોધવા કારસો રચ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રેક પરથી પસાર થતી માલવાહક ટ્રેન પાયલોટ ગોઠાજ સ્ટેશન માસ્ટરને ટ્રેક પર પથ્થર મૂક્યા હોવાનુ જણાવ્યુ હતુ. જે બાદ રેલવે પોલીસ અને રેલ્વેના અધિકારીઓ સ્થળ પર જતા અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેકની વચ્ચે પાંચ થી સાત કિલો વજનના પથ્થર મૂકી અવરોધ મૂક્યો હોવાનું જણાઇ આવ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.
મહેમદાવાદ રેલવે કોલોનીમાં રહેતા નવીનકુમાર રંજન છેલ્લા પંદર વર્ષથી વડોદરા રેલવે એન્જીનિયરીંગ વિભાગમાં ફરજ બજાવે છે. તા. ૧૬ ડિસેમ્બર ના રાતે ગોઠાજ રેલ્વે સ્ટેશન માસ્ટરે નવીન કુમારને ફોન કરી જણાવ્યું હતું કે અમદાવાદ થી વડોદરા તરફ જતી એક માલ વાહક ટ્રેન એન્જિન ને કંઇક અથડાયુ હોવાની જાણ માલવાહક ટ્રેન ચાલકે કરી છે. જેથી આ અંગેની તપાસ કરવા એન્જીનયર નવીનકુમાર અને રેલવે પોલીસ ગોઠાજ થી નડિયાદ તરફ પહોંચ્યા હતા. ત્યાં રેલવે લાઇનના બંને છેડા પર પથ્થર મળી આવ્યા હતા. જે ટ્રેનની અડફેટ આવવાના કારણે તુટી ને પડ્યા હોવાનું માલૂમ પડ્યુ હતુ. જે પથ્થર તપાસ કરતા આશરે પાંચ થી સાત કિલો વજન હતા. આ બનાવ અંગે નવીનકુમાર ગુલાબચંદ રંજને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ભારતીય રેલવે અધિનિયમ અન્વયે ગુનો નોધાવ્યો છે.

