લાયનસ ક્લબ દાહોદ અને જયશ્રી મારુતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા જીલ્લા માં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.

અજય સાંસી

વડોદરા જીલ્લા માં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

લાયનસ ક્લબ ઓફ દાહોદ મેઈન અને જયશ્રી મારુતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સુખસર ના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારની એડીપ સ્કીમ અંતર્ગત વડોદરા ખાતે સોસાયટી ફોર ધ ફિજીકલી હેંડીકેપના કેમ્પસમાં યોજવામાં આવેલ જેમાં લાયનસ ક્લબ ના પ્રમુખ શ્રી દિલીપ મહેતા , લાયન્સ ઇન્ટરનેશનલ DG લા. વિજયસિંહ ઉમટ PDG શશીકાન્ત પરીખ અને PDG લા પરીમલ પટેલ ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગોને ટ્રાયસિકલ- વ્હીલ્ચેર, ક્રચીસ, સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક, હિયરિંગ એઇડ, ટી.એલ.એમ કીટ., વોકિંગ સ્ટિક અને સ્માર્ટફોન જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંત્રી ભરત પંચાલ નું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાયન્સ ક્લબ ઝોન ચેરમેન લા. જયકિશન જેઠવાણી અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્ય લા, ફિરોજભાઈ લેનવાલા અને લા સજ્જાદ ભાટિયા તેમજ સમગ્ર લાયન્સ મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઇ ત્રિવેદી દ્વારા દિવ્યાંગોને મળતા લાભો અને યોજનાઓની જાણકારી આપી તથા તમામ કર્મચારીઓએ દિવ્યાંગોને સાધન-સહાય વિતરણમાં સેવા કાર્ય કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: