લીમડી જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળા નું ગૌરવ
ગગન સોની લીમડી
જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળાનું ગૌરવ.
સપ્તર્ષિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળા લીમડી. આજ રોજ તારીખ:-18 /12/ 2023 કંજેટા, ધાનપુર, ખાતે દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 -24 નું પ્રદર્શન, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કંજેટા, ધાનપુર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લીમડી સંકુલની જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળાએ સ્વાસ્થ્ય વિષયમાં ”હૃદયની કાળજીમાં ખોરાકનું મહત્વ” કૃતિ માટે જીવન પ્રજ્ઞા માઘ્યમિક શાળાને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. આચાર્યશ્રી, કુલદીપ સર તથા વિજય સરના માર્ગદર્શન હેઠળ કૃતિ રજૂ કરી હતી.જેમાં ધોરણ:-10 ની વિદ્યાર્થીની ચૌહાણ પ્રિયાંશી એમ. તથા પંચાલ રિદ્ધિ જે. એ પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનદન આપે છે, તથા આગામી સમયમાં રાજ્યકક્ષાએ યોજનાર આ પ્રદર્શનમાં સારી પ્રસિદ્ધિ મેળવે તેવી શાળા પરિવાર દ્વારા શુભકામના પાઠવી હતી.