રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળના બહેનો માટે બીસી સખીની તાલીમ યોજાઇ.

નરેશ ગનવાણી નડિયાદ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળના બહેનો માટે બીસી સખીની તાલીમ યોજાઇ

બેરોજગાર યુવાન-યુવતીઓને નિઃશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા નડિયાદ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ૬ દિવસની બીસી સખીની તાલીમ સખી મંડળના બહેનો માટે યોજવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ એ હતું કે આ તાલીમમાં બહેનોને બેંકિંગને લગતી માહિતીની સાથે ઓનલાઇન નાણાંની લેવડ દેવડ કેવી રીતે કરવી તેમજ બૅન્કિંગને લગતી ઓનલાઇન સુવિધાઓ પોતે ગ્રામ્ય સ્તરે કરી શકે અને ગ્રામ્ય વિસ્તારના લોકો ગામમાં જ બધી ઓનલાઇન સુવિધા પ્રાપ્ત કરી શકે. આ તાલીમ કાર્યક્રમ ખેડા જિલ્લાના ૧૯ જેટલા સખી મંડળના બહેનોએ તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમના પુર્ણાહુતિ પ્રસંગે ગુજરાત લાઇવીહૂડ પ્રમોશન કંપની લી. ખેડાના ડીએલએમ  મધુબેન પરમાર તેમજ  એપીએમ  સંદીપભાઈ સુથાર ઉપસ્થિત રહી તાલીમ લઈ રહેલા બહેનોને બૅન્કિંગને લગતી ઓનલાઇન સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોચે તે માટે આહ્વાન કર્યું હતું  તથા તેમણે ઉમેર્યું હતું કે બીસી સખી દ્વારા બેન્કની તમામ સુવિધાઓ ગ્રામ્ય સ્તરના લોકો સુધી પહોંચે અને લોકો સુવિધાનો લાભ લઈ શકે. ત્યારબાદ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: