ઇકો કારમાં આવેલા ચાર લોકોએ બંધ મકાનને નિશાન બનાવી ૩.૪૫ લાખની ચોરી કરી ફરાર.

નરેશ ગનવાણી નડિયાદ

ઇકો કારમાં આવેલા ચાર લોકોએ બંધ મકાનને નિશાન બનાવી ૩.૪૫ લાખની ચોરી કરી ફરાર

  કપડવંજમાં રહેતા દંપતી  અમદાવાદ મૂકામે ગયા અને કપડવંજ ખાતેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા પડોશીના ઘરના સીસીટીવીમા ઈકો કાર લઈને આવેલા ૪ તસ્કરોએ ઘરમાં ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. સોના-ચાદી સહિત રોકડ મળી કુલ રૂપિયા ૩.૪૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

કપડવંજ શહેરમાં મહાલક્ષ્મી ડેરીની સામે દેસાઈવાડા ખાતે  સંજયકુમાર કીર્તનલાલ શાહ રહે છે.  સંજયકુમારનો પુત્ર અમદાવાદ ખાતે રહેતો હોય  ૧૭મી ડિસેમ્બરના રોજ તેઓ અને તેમની પત્ની બંને અમદાવાદ ખાતે ગયા હતા  દરમિયાન કપડવંજ સ્થિત સંજયકુમાર શાહના મકાનમાં ચોરીની ઘટના બની હતી. વહેલી સવારે પડોશીએ ચોરી બાબતની જાણ સંજયકુમારને કરતા તેઓ અમદાવાદથી પરત કપડવંજ આવ્યા હતા.ઘરે આવ્યા બાદ જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો ઘરનો સરસ સામાન વેરવિખેર  હતો. અજાણ્યા ઈસમોએ બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી મકાનમાંથી  સોના-ચાદી સહિત રોકડ મળી કુલ રૂપિયા ૩ લાખ ૪૫ હજારના મુદ્દામાલની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પડોશના ઘરમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં સવારના સવાચાર વાગ્યાની આસપાસ એક સફેદ કલરની ઈકો ગાડી  આવી હતી અને તેમાંથી ત્રણ માણસો ઉતર્યા હતા અને એક વ્યક્તિ ઈકો કારમાં બેસી રહ્યો હતો. આ ત્રણેય લોકો સંજયકુમારના ઘરમાં ઘૂસ્યા હોવાની સીસીટીવી ફૂટેજ હાથમાં આવતાં સંજયકુમાર કીર્તનલાલ શાહે આ સમગ્ર બનાવ સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસમાં  ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!