નડિયાદ ખાતે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ખાતે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે
તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.
રાજ્ય અનામત પોલીસ દળના સમારોહમાં ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના બિલ્ડીંગ બી કેટેગરી – ૨૮૦ મકાનો, ડિસ્પેન્સરી એમ ટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો, તેમજ બેન્ડ ઓફિસનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવશે.આ લોકાર્પણ કાર્યક્રમ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૨.૪૫ વાગ્યે યોજાશે.
જેમાં રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ અતુલ કુમાર બંસલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, જિલ્લા કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી નડિયાદ કે.એસ.સુવેરા અને જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં રાજ્ય અનામત પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહેશે.