ફતેપુરા તાલુકાના વાંસીયાકુઇમાં જમીનના શેઢા બાબતે તકરાર થતા લાકડીના ફટકા મારી એકની હત્યા

યાસીન મોઢીયા / સાગર પ્રજાપતિ

સુખસર,તા.૬
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં હાલ નાના-મોટા ઝઘડા તકરારના બનાવ વધી જવા પામેલ છે.જેમાં સોમવારના રોજ વાસિયાકુઇ ગામે કાકા ભત્રીજા વચ્ચે જમીનના શેઢા બાબતે તકરાર થતાં ભત્રીજાએ કાકાને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજાગ્રસ્ત કાકાને દવાખાનામાં બે દિવસની સારવાર બાદ આજરોજ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે હત્યારો ફરાર જવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામના ચરપોટ ફળિયામાં રહેતા હકાભાઇ ફતાભાઈ ચરપોટ ઉંમર-૪૫ વર્ષ નાઓ ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવતા હતા.જેઓ સાથે તેમના ભત્રીજા રમેશ મખાભાઈ ચરપોટનાએ ગત સોમવારના રોજ તકરાર કરી જણાવેલ કે,તમો ચોમાસા વખતે અમારા ભાગની જમીનનો શેઢો ખેડાણ કેમ કરી નાખ્યો હતો ?તેમ કહી અદાવત રાખી હકાભાઇ ચરપોટ ને માથામાં,કમરમાં તથા હાથના ભાગે લાકડીના આડેધડ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ત્યારબાદ હકાભાઇ ચરપોટને ઝાલોદ બાદ દાહોદ અને ત્યાંથી લુણાવાડા અને ત્યાંથી ફરી દાહોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં બે દિવસની સારવાર બાદ હકાભાઇ ચરપોટની તબિયત બગડતાં આજરોજ પરત ઘરે લઈ લાવ્યા હતા. સવારના સાડા નવ વાગ્યાના અરસામાં હકાભાઇ ચરપોટનું મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જ્યારે હત્યારો ભત્રીજો ફરાર થઇ જવા પામ્યો હોવાનું પણ જાણવા મળે છ
ઉપરોક્ત હત્યા સંબંધે મૃતકના પુત્ર શુક્રમભાઈ હકાભાઇ ચરપોટ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હત્યારા રમેશ મખાભાઈ ચરપોટની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી,મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!