ફતેપુરા માં પાણીનું વેડફાટ કરતા ઇસમોના નળ જોડાણ કાપવા માટે વોટર વર્કસ કર્મચારીઓને સત્તા આપવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા માં પાણીનું વેડફાટ કરતા ઇસમોના નળ જોડાણ કાપવા માટે વોટર વર્કસ કર્મચારીઓને સત્તા આપવામાં આવી
ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સર્વ સંમતિથી લેવાયેલો નિર્ણય
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ગ્રામ પંચાયતમાં ફતેપુરા ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી તેમજ પૂર્વ સરપંચ શ્રી પૂર્વ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા ફતેપુરા નગરમાં ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી ના નળો ખુલ્લા મૂકી દેવામાં આવતા હજારો લિટર પાણી જાહેર રાજમાર્ગ પર વેડફાઈ જાય છે આ વેડફાઈ જતું પાણી રોકવા માટે શું પગલાં લેવા જેની ખૂબ જ ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી આવા ખુલ્લા નળ મૂકી દેતા પાણી વેડફાતા વોટરવર્કસ ના કર્મચારીઓને તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમાં સત્તા સોંપવામાં આવેલ છે કે આવા ખુલ્લા નળ દ્વારા પાણી વેડફાતા નજરે પડે તો આવા નળ જોડાણો કાપી નાખવા માટેની સત્તા આપવામાં આવેલ છે

