ઝાલોદ તાલુકાના ડુંગરી વિસ્તારમાં બાઇક પર સવાર ઈસમની બાઇક સ્લીપ થઈ જતાં મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ડુંગરી વિસ્તારમાં બાઇક પર સવાર ઈસમની બાઇક સ્લીપ થઈ જતાં મોત
તારીખ 19-12-2023 મંગળવારના રોજ આસરે બપોરના ત્રણ વાગ્યે અલ્કેશ સુરમલ હઠીલા બજાજ પ્લેટીના જેનો નંબર GJ-20-BB-1277 પૂરઝડપે ગફ્લત રીતે હંકારતા મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાયકલ સવારનું નિપજ્યું હતું. અલ્કેશભાઈ પોતાની બાઇક લઇ લીમડી થી ડુંગરી તરફ જતાં હતાં ત્યારે રસ્તા પાસે ખોડિયાર માતાના મંદિર નજીક તેમની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. તાત્કાલિક વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ ખાતે કે.કે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. ઈજા થયેલ યુવકનુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પરિવારજનો દ્વારા લીમડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી ફરિયાદ કરવામાં આવેલ છે.

