કપડવંજમાં નર્મદા બ્રીજ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલ અકસ્માતમાં એકનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજમાં નર્મદા બ્રીજ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલ અકસ્માતમાં એકનું મોત
નિપજ્યું કપડવંજ તાલુકાના ફતેપુરા ગામે ભાથીજી ફળિયામાં રહેતા બાલાભાઈ બાબરભાઈ રાઠોડ ગઇ કાલે પોતાની પત્ની હંસાબેન બીમાર હોવાથી તેમની દવા કરવા માટે બાલાભાઈ અને હંસાબેન બંને મોટર સાયકલ પર આંત્રોલી ગામે જતા હતા. તે દરમિયાન ફતેપુરા બ્રિજ નર્મદા કેનાલ નજીક સામેથી પુર પાટે આવતા અન્ય મોટરસાયકલના ચાલકે બાલાભાઈ ના મોટરસાયકલ સાથે અથડાતા બાલાભાઈ રાઠોડ તેમજ પાછળ બેઠેલ તેમના પત્ની હંસાબેન બંને રોડ ઉપર પટકાયા હતા. જેથી બંનેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં બાલાભાઈ રાઠોડને શરીરે વધારે ઇજાઓ પહોંચતા તેઓનો ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તેમના પુત્ર પ્રવીણભાઈ પરમારે મોટર સાયકલ ચાલક સામે આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.