ગરીબ વંચિત સહિત તમામ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ગરીબ વંચિત સહિત તમામ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા.

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હરખભેર વધામણાં.

*ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો*૦૦ દાહોદ:- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. જેને દાહોદ જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામ ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હરખભેર વધામણાં કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું કે વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમૃદ્ધિના પથ ઉપર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડના માધ્યમથી રૂપિયા ૧૦ લાખ સુધીનું વિમા કવચ પ્રત્યેક વ્યક્તિને પુરૂં પાડ્યું છે. ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે, તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજનાના કારણે તમામ નાગરિકોના બેન્કમાં ખાતા ખોલવાથી આજે સરકારશ્રીની તમામ યોજનાનો લાભ જે-તે લાભાર્થીના ખાતામાં સીધો જ જમા થાય છે. આવી અનેકવિધ યોજનાઓ સરકારે લાગુ કરી છે ત્યારે સૌ નાગરિકો આંગળી ચિંધ્યાનું પૂણ્ય કરી પાડોશી પણ સરકારશ્રીની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી-માર્ગદર્શક બનવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, મામલતદાર શ્રી,આગેવાન કાર્યકર્તા બાબુભાઈ અમલીયાર, સરપંચ રતનબેન બાબુભાઈ આમલીયાર,સહિત જિલ્લા સભ્યો તાલુકા સભ્યો લાભાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: