સાંસદને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે સમિતિ દ્વારા નડિયાદમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો.
નરેશ ગનવાણી નડિયાદ
સાંસદને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે સમિતિ દ્વારા નડિયાદમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો
તાજેતરમાં સત્તાધારી પક્ષ દ્વારા ૧૪૩ સાંસદ સભ્યોના સસ્પેન્ડ કરાતા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસે સમિતિ દ્વારા આજે નડિયાદમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો છે.
શહેરના સંતરામ રોડ પર આવેલ આંબેડકરની પ્રતિમા પાસે ખેડા જીલ્લા કોંગ્રસ સમિતિ તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધ કરાયો છે. જેમાં જિલ્લાના કોંગ્રેસના તમામ હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તમામ પૂર્વ ધારાસભ્યો, તમામ વિધાનસભા લડેલા કોંગ્રેસના ઉમેદવારો, મહિલા કોંગ્રેસ સમિતિ, યુવા કોંગ્રેસ સમિતિ NSUI તથા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. લોકશાહીનું ખડંન હોવાના આક્ષેપો કરાયા છે અને સરમુખત્યાર શાહી દેશ છે તેવા પણ આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરાયા છે. લોક તંત્ર બચાવો સંવિધાન બચાવો ના સૂત્રોચ્ચાર કરાયા હતા.