ફેસબૂક પર જાહેરાત જોઇ લોન લેવા જતા ડ્રાઇવરે ૯૩ હજાર ગુમાવ્યા.

નરેશ ગનવાણી નડિયાદ

ફેસબૂક પર જાહેરાત જોઇ લોન લેવા જતા ડ્રાઇવરે ૯૩ હજાર ગુમાવ્યા

માતરના માલાવાડાના પ્રવિણભાઇ જે ડ્રાઈવીંગનો ધંધો કરે છે સોશિયલ મીડિયા પર આવેલ જાહેરાત પરથી લોન લેવા જતા પચાસ ટકા રાહત મળશે કહીજુદા જુદા ચાર્જીસના નામે ગઠિયાએ રૂ.૯૩ હજાર ૪૪૯ પડાવી લીધા હતા.જેથી આ મામલે પ્રવિણભાઇ પોલીસ કસ્ટડીમાં  ફરિયાદ છે. માતરના માલાવાડામાંરહેતા પ્રવિણભાઈ રણછોડભાઈ ચૌહાણ તા.૪ નવેમ્બર ૨૩ના રોજ અશોકલેલન ગાડી લઈ ભડકદ ગામે સેન્ટીંગનો સામાનભરવા ગયા હતા.મજુરો સામાન ભરતા હતા દરમિયાન તેઓ મોબાઇલમા ફેસબુક જોતા હતા દરમિયાન લોન માટેજાહેરાત જોતા  તેમણે કોન્ટેક્ટ કર્યો હતો. સામેની વ્યક્તિએ તમારે ૧૦ લાખનીલોન જોઈતી હોયતો પચાસ ટકા રાહત મળશે કહી પ્રથમ ક્યુઆર કોડ મોકલી રૂ.૨૪૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ૧૫ દિવસ સુધી જુદા જુદા ફોનનંબરથી ક્યુઆર કોડ મોકલી જુદા જુદા ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા હતા પ્રવિણભાઈને પોતે છેતરાઈ રહ્યા હોવાનું જાણ થતાં તેમણે આખરે ઓનલાઈન સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી ત્યારબાદ  લીંબાસી પોલીસ મથકેછેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!