નડિયાદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મહિલાઓ માટે વાર્તાલાપ યોજાશે.
નરેશ ગનવાણીનડિયાદ
નડિયાદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મહિલાઓ માટે વાર્તાલાપ યોજાશે
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ચારુતર ભૂમિ પર ઈશ્વરીય સેવાઓના ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાછે.
જેના નિમિત્તે સંસ્થાના વરિષ્ઠ આદરણીય રાજયોગીની ચક્રધારીદીદી દિલ્હીથી પ્રભુશરણમ ભવન નડિયાદમાં પધારી રહ્યા છે.
તેઓની ઉપસ્થિતિમાં નડીઆદ સબજોનના ગોલ્ડન જયુબિલી નિમિત્તે વિશેષ કાર્યક્રમથી શરૂઆત થશે.ચક્રધારીદીદી સંસ્થાના મહિલા પ્રભાગના અધ્યક્ષ છે તથા રશિયામાં છેલ્લા અનેક વર્ષોથી સેવાકેન્દ્રો ખોલીને ભારતીયસંસ્કૃતિની વિશેષ સેવા કરી રહેલ છે. દેશ અને વિદેશમાં આધ્યાત્મિક સેવા ક્ષેત્રે તેઓ લોકપ્રિય છે. નડીઆદ નગરનીમહિલાઓને તેઓનો વિશેષ લાભ મળે તે હેતુસર સુખમય સંસારના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા વિષય પર તા. ૨૫ડિસેમ્બર ૨૦૨૩, સોમવારના રોજ સાંજે૪ થી ૬ મહિલાઓ માટેના વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ છે.

