ફતેપુરા તાલુકામાં મનરેગા યોજના ના લાભાર્થીઓ સાથે ભેદભાવના થતો હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા તાલુકામાં મનરેગા યોજના ના લાભાર્થીઓ સાથે ભેદભાવના થતો હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ફતેપુરા તાલુકાના કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે મનરેગા યોજના ના લાભાર્થીઓ સાથે ગયા વર્ષે અન્યાય થયો હતો તો આ વર્ષે પણ અન્યાય થવા જઈ રહ્યો છે ફતેપુરા તાલુકાના કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના મનરેગા યોજનાના લાભાર્થીઓને ગયા વર્ષે તો અન્યાય થયો જ છે પરંતુ આ વર્ષે પણ અન્યાય થવા જઈ રહ્યો છે મનરેગા યોજના દ્વારા જમીન સમતલ કરવા જેવા નાના કામોની વહીવટી આમ જનતાને આપવામાં આવે છે
અને વર્કકોડ પાડવામાં આવ્યો છે અને જિલ્લા પંચાયતના સભ્યોને અમુક ટકા એટલે કે 25 લાખની નાની મોટી વહીવટી આપવામાં આવી છે અને આપવાના છે શું આ નેતાઓને પોતાની ગ્રાન્ટ કે અન્ય કોઈ ગ્રાન્ટનું આયોજન કરવામાં નથી આવતું ? આ પરથી સાબિત થાય છે કે આમ જનતાને નાના કામો આપીને ૬૦/૪૦ નો રેશિયો જાળવી રાખવા માટે લેબર કામોની વહીવટી આપવામાં આવતું હોય તેવુ સાબિત થઈ રહ્યું છે
મહાત્મા ગાંધી રોજગાર કાયદો 2005 હેઠળ સ્થળાંતર કર્યા વગર ઘરે રહીને 100 દિવસનું રોજગારી ભથ્થું મેળવી શકે તેમના બાળકોને ભણાવી શકે તે હેતુથી રોજગારી ની ગેરંટી નો કાયદો અમલમાં છે એનો અધિકાર ભારતમાં વસતા દરેક નાગરિકને છે એમાં ચૂંટાયેલા પ્રતિનિધિ નો કોઈ ફાળો કે ભાગ /હિસ્સો આવતો નથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના દાખલ કરવામાં આવી છે ચુંટેલા જિલ્લા પંચાયતના સભ્યો કે અન્ય કોઈ સભ્યો ને મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કોઈ કામોની વહીવટી આપવી નહીં
જિલ્લાના જરૂરત મંદ લોકોને લાભાર્થીઓને મનરેગા યોજના ના તમામ કામોની વહીવટી આપવામાં આવે તેવી રજૂઆત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી જાણ કરી છે ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ અને ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ને નકલ મોકલી આપવામાં આવી છે

