ખેડા ચોકડી પાસે વીજ પોલ લોકો માટે જોખમી સાબિત થઈ શકે તેવી શક્યતાઓ.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા ચોકડી પાસે વીજ પોલ લોકો માટે જોખમી સાબિત થઈ શકે તેવી શક્યતાઓ
ખેડા હાઇવે ચોકડી પાસે ખેડા શહેરની અંદર પ્રવેશતા જ લાઈટનો મોટો વીજ પોલ ઉભો કરવામાં આવ્યો છે. વીજપોલના નીચેના ભાગમાં આવેલ સિમેન્ટનું સ્ટ્રક્ચર ઘણા સમયથી જર્જરીત હાલતમાં ફેરવાતા ભવિષ્યમાં વીજ પોલ લોકો માટે જોખમી સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. ખેડા ચોકડીએ સિમેન્ટના સ્ટ્રક્ચર ઉપર વીજ પોલ ઉભો કરાયો છે. વીજપોલને પકડી રાખવા માટે નીચે જે બોલ્ટ મારવામાં આવ્યા છે. જેમાં બે જેટલા બોલ્ટ ખુલ્લા થઈ ગયા છે. વીજપોલ ખેડા ચોકડી ઉપર જાહેર માર્ગમાં હોવાથી આજુબાજુમાં રિક્ષાઓ તેમજ લારીઓ દ્વારા ઉપર લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. આવનાર સમયમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની તેમ લોકોમાં ચર્ચાયુ હતુ. જાહેર રોડ હોવાથી ગમે ત્યારે મોટા વાહનોથી અકસ્માતથી વીજપોલને ટક્કર વાગે અને વીજપોલ ધરાશાયી થાય એની પહેલા વીજપોલના નીચેના સ્ટ્રક્ચર ની વહેલી તકે મરામત કરવામાં આવે તેવી ગામલોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

