નડિયાદમાં વેપારી દસ હજારનુ રોકાણ કરવા જતાં ગઠીયાએ રૂપિયા ૫૩ હજાર પડાવી લીધા હતા.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં વેપારી દસ હજારનુ રોકાણ કરવા જતાં ગઠીયાએ રૂપિયા ૫૩ હજાર પડાવી લીધા હતા.

નડિયાદ શહેરમાં ડાકોર રોડ ઉપર આવેલ રાણાનગર સોસાયટીમાં રહેતા પંકજભાઈ ચંદુભાઈ વાઘેલા જે પોતે ફ્રીજ એસી નું વેચાણ તથા રીપેરીંગનું વેપાર કરે છે‌. પંકજભાઈ  મોબાઈલ ફોનમાં ટેલિગ્રામ નામની એપ વાપરે છે અને એપમાં  મનીષ પટેલ સેબી ના નામવાળા ગ્રુપમાં છેલ્લા છ માસથી છે. આ  ગ્રુપમાં  પ્રોફિટના સ્ક્રીનશોટ આવતા અને સાથે એક લિંક પણ આવતી હતી. તા. ૨૩ ઓગસ્ટ ૨૩ના રોજ લીંક ઉપર ક્લિક કરતા પંકજભાઈને સીધો વોટ્સએપમાં ચેટ ખુલ્યો હતો. જેમાં પંકજભાઈએ હાય લખીને મોકલાલતા સામા વાળાએ  કહ્યું કેટલા પૈસા સુધીનો રોકાણ કરવા માંગો છો જેથી પંકજભાઈએ ૧૦ હજાર રૂપિયાનું રોકાણ કરવા જણાવ્યું હતું અને  રૂપિયા ૧૦ હજાર ગુગલ પે દ્વારા નાણા ટ્રાન્સફર કર્યા હતા.બીજા દિવસે મેસેજ દ્વારા પંકજભાઈને જણાવ્યું  કે અભિનંદન સર તમને ૧ લાખ ૪૩ હજારનો ફાયદો થયો છે જેથી તમારે તેના ૩૦ ટકા એટલે કે ૪૩ હજાર રૂપિયા તમારે ચાર્જ પેટે ચૂકવવાના રહેશે. જેથી  પંકજભાઈએ  ૪૩ હજાર રૂપિયા ગુગલ પે મારફતે  ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ગઠિયાએ જણાવ્યું કે તમારે ૪૩ હજાર ૫૦ રૂપિયા કરવાના હતા  જેથી હવે તમે બીજા ૪૩ હજાર ૫૦ રૂપિયા મોકલો. જેથી પંકજભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ જણાવ્યું કે મારે કોઈ પ્રોફિટ જોઈતી નથી તમે મારા પૈસા આપી દો પરંતુ આજ દિન સુધી આ નાણા પરત ન આવતા તેઓએ જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને  ગઇકાલે  નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: