ઠાસરા પંથકમાં પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડિયાદ
ઠાસરા પંથકમાં પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો
ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઠાસરા પંથકમાં દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો કબ્જે કરી છે. વિદેશી દારૂ સાથે કન્ટેનર તેમજ બે વાહનો પણ પોલીસે કબ્જે લીધા છે. આ બનાવમાં ૪ લોકો વોન્ટેડ છે જ્યારે છીકારીયાનો બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા ૭૫ લાખ ૭૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઠાસરા તાલુકાના વમાલી ગામની સીમમાં મહીસાગર નદીની કોતરમા ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. આથી પોલીસે સોમવારે વહેલી સવારે ઉપરોક્ત સ્થળે પોતાની ટીમ દ્વારા દરોડો પાડ્યો હતો. જ્યાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટીંગ થતું હતું અને ત્યાં હાજર લોકો માં નાશભાગ મચી ગઈ હતી. પોલીસે અહીંયાથી રાજસ્થાન પાર્સિગની અશોક લેલન ટેન્કર તેમજ વડોદરા પાર્સિગની મહેન્દ્રા પીકઅપ ડાલુ અને એક ખેડા જિલ્લા પાર્સિગની ઈકો કાર ને કબ્જે કરી છે પોલીસે આરોપી સંજયકુમાર રામાભાઇ પરમાર (રહે.છીકારીયા, તા. ગળતેશ્વર)ને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે અહીંયા હાજર ઈશ્વર ઉર્ફે ઈસો મનુભાઈ પરમાર (રહે.બળેવિયા, તા.ગળતેશ્વર), વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ (રહે.આગરવા, તા.ઠાસરા), ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અશોકભાઈ રાઠોડ (રહે.કોતરીયા, તા.ઠાસરા) અને અશોક લેલન ટેન્કરના ચાલક ફરાર થયા છે. પોલીસે ઓઈલના ટેન્કરની તલાસી લેતા તેમાં બનાવેલ એક ખાનામાંથી ઇંગ્લિશ દારૂને બોક્સ નંગ ૧૨૨૨ મળી આવ્યા હતાં. જેની ગણતરી કરતા કુલ રૂપિયા ૫૮ લાખ ૬૫ હજાર ૬૦૦નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઉપરોક્ત દારૂ સાથે ત્રણેય વાહનો તેમજ ઝડપાયેલા એક બુટલેગરના ખિસ્સામાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૭૫ લાખ ૭૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં પોલીસના સંકંજામાંથી ફરાર થયેલા આરોપીઓને શોધખોળ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.