ગરબાડા તાલુકાના ખારવા ગામે ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.
વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા તાલુકાના ખારવા ગામે ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.
ભગવાન ઇશુ ખ્રીસ્તના જન્મ દિવસની 25 મી ડિસેમ્બરે નાતાલ તરીકે ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.સોમવારે બાળ ઇશુના જન્મની ઘડીઓને વધાવવામાં આવી હતી. ગરબાડા ખારવા ગામના ચર્ચ પર નાતાલની આગલી રાત્રે જ ઉત્સવનો માહોલ જામેલો જોવા મળ્યો હતો. ખ્રીસ્તી ભાઇ બહેનોએ પરસ્પર વહાલ વરસાવી ભગવાન ઇશુના જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ગરબાડા ના ખારવા ગામે ચર્ચ ને રોશનીનો શણગાર કરાયો હતો.તારોડીયા, ક્રિસ્મસ ટ્રી જેવા પ્રતિકોનો અનેરો ઝળળહાટ જોવા મળ્યો હતો.ગરબાડા તાલુકાના ખારવા, ગાંગરાડા, ઝરીબુઝર્ગ સહિતના અનેક વિસ્તારોમાં વસતા ખ્રિસ્તી લોકોએ અનન્ય શ્રધ્ધાપૂર્વક પોતપોતાના વિસ્તારના ચર્ચમાં જઈને સોમવારે વિશેષ પ્રાથના પણ કરીને એકમેકને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
