ગરબાડા માં દાહોદ-અલીરાજપુર હાઇવે રોડની નબળી કામગીરીની લોક ફરિયાદો ધ્યાને લઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા રોડ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા માં દાહોદ-અલીરાજપુર હાઇવે રોડની નબળી કામગીરીની લોક ફરિયાદો ધ્યાને લઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા રોડ કામગીરીનું નિરીક્ષણ કર્યું
.ગરબાડા તાલુકામાં હાલ દાહોદ અલીરાજપુર હાઈવેની નવીન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ રોડની કામગીરીને લઈ લોકો દ્વારા આ રોડની કામગીરી યોગ્ય રીતે કરાતી ન હોય હલકી કક્ષાનું કામ કરાતું હોય તેમજ અમુક જગ્યાઓએ નાનકડા બમ્પ જેવી ત્રુટિ રહી ગઈ આ રોડ રસ્તાની નબળી કામગીરીની ફરિયાદ લોકો તરફથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને મળી હતી લોકોની ફરિયાદને ધ્યાને લઈ ગરબાડા ધારાસભ્ય રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને ત્યારે રોડનું કામ કરનારને રોડની કામગીરી યોગ્ય રીતે કરવા સૂચન કરાયું હતું અને રોડની કામગીરીમાં નબળી કામગીરી કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

