ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા સુશાસન દિવસ નિમિતે નવાફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા.
વનરાજ ભુરીયા ગરબાડા
ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા સુશાસન દિવસ નિમિતે નવાફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા.
આજરોજ ૨૫ ડિસેમ્બર ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ના જન્મદિને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા ગરબાડા તાલુકાના નવાફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ ગરબાડા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ,ગરબાડા CHC ના મેડિકલ ઓફિસર આર.કે મહેતા ઉપસ્થિત રહ્યા હતા.