અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાતા યુવકનું મોત નિપજ્યું.

નરેશ ગનવાણી નડિયાદ.

અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાતા યુવકનું મોત નિપજ્યું

કઠલાલ તાલુકાના ગંગીયાલ ચૌહાણપુરા ગામના અજય ઉર્ફે ગોવિંદ રામસિંહભાઈ ચૌહાણ  કઠલાલના છીપડી પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા‌. ત્યારે હાઇવે ક્રોસ કરતા  અજાણ્યા વાહન ચાલકે આ અજયને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધા હતા અને વાહન લઇને નાસી છૂટ્યો હતો. બાદમાં આ ઘટનાની જાણ મોટાભાઈ ઘનશ્યામભાઈને થતા તેઓ તુરંત દોડી આવ્યા હતા અને ઘાયલ અજયને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપી વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે  અજયને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે મરણજનારના મોટાભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ અજાણ્યા વાહન ચાલક સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: