સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં નિમણૂક પત્ર સાથે સન્માન સમારોહ યોજાયો.
કપિલ સાધુ ::: સંજેલી
સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં નિમણૂક પત્ર સાથે સન્માન સમારોહ યોજાયો
સંજેલી તાલુકા ના ગોવિંદા તળાઈ ગામના દિનેશભાઈ ઝાલાકાભાઈ તાવીયાડને સંજેલી તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકેનું સુકાન સોંપાયું છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદભાઈ નીનામા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, વજેસિંહ પણદા, રઘુભાઈ મછાર, તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને વડીલો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રમુખનું નિમણૂક પત્ર આપી સન્માન કરાયું હતું.