મહેમદાવાદના માકવા ગામે યુવાનને અજાણ્યા નંબર પર વાત કરવી ભારે પડી.
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદના માકવા ગામે યુવાનને અજાણ્યા નંબર પર વાત કરવી ભારે પડી
યુવકને સામે વાળી વ્યક્તિએ કહ્યું કે હું તમારા માટે યુકેથી ગિફ્ટ મોકલું છું તેમ કહી પાર્સલ છોડાવવા રૂપિયા ૨૯ હજાર યુવાન પાસેથી ખંખેરી લીધા છે. જોકે આ બાદ પણ વધુ રૂપિયા એક લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. જેથી આ સમગ્ર મામલે યુવાને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. મહેમદાવાદ તાલુકાના માકવા ગામે ભઠ્ઠીવાળા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ ફુલાભાઈ ડાભી મોબાઈલ ફોનમાં ફેસબુક મેસેન્જર એપ્લિકેશન જોતા હતા. ત્યારે શરત ચૂકથી એક અજાણ્યા નંબર ઉપર મેસેજ થઈ ગયો હતો. અને અજાણ્યા નંબર ઉપર અવાર નવાર પ્રવીણભાઈને વાતચીત થતી હતી ૧૬ ડિસેમ્બરના રોજ આ સામેવાળી વ્યક્તિએ કહ્યું કે હું યુકેથી તમારા માટે ગિફ્ટ મોકલું છું. તે ગીફ્ટ એરપોર્ટ પરથી મેળવી લેજો. ૧૮મી ડિસેમ્બરના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી પ્રવીણભાઈને ફોન આવ્યો અને જણાવ્યું કે યુકેથી તમારું પાર્સલ આવી ગયેલ છે જેથી તમારે રૂપિયા ૨૯ હજાર ૫૦૦ ઓનલાઇન જમા કરવાના છે તેમ કહી એક મોબાઈલ નંબર મોકલી આપ્યો હતો. પ્રવીણભાઈએ ગુગલ પે મારફતે રૂપિયા મોકલ્યા હતા થોડીવાર પછી આ નંબર ઉપરથી ફોન આવેલો અને પ્રવીણભાઈને જણાવ્યું કે તમારા પાર્સલમાં ૫૦ હજાર પાઉન્ડ નીકળ્યા છે.જેથી તમારે બીજા એક લાખ આપી સર્ટી બનાવવું પડશે તો જ તમારું પાર્સલ તમને મળશે તેમ જણાવ્યું હતું. જેથી પ્રવીણભાઈને શંકા જતા આ માંગેલ રકમ આપી નહોતી અને તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. અને આજે સમગ્ર મામલે પ્રવીણભાઈએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.