જનજાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્ય સાથે દાહોદ વહીવટી તંત્ર દ્વારા શહેરના મહાનુભવોની પ્રતિમાને માસ્ક પહેરાવ્યા
અનવરખાન પઠાણ
દાહોદ તા.૦૭, કોરોના મહામારી વચ્ચે હાલ સમગ્ર દેશ લોકડાઉનની પરિÂસ્થતીમા છે ત્યારે લોકોને કોરાનાથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક, સેનેટરાઝર સહિતની ચીજવસ્તુઓનો નિરંત ઉપયોગ કરવા સુચનાઓ પણ અપાઈ રહી છે. દાહોદ શહેરમાં આજે જિલ્લા સમાહર્તા વિજય ખરાડીની સુચના અને માર્ગદર્શન હેઠળ લોક જાગૃતિ કેળવવા નગરપાલિકા દ્વારા શહેરના તમામ સર્કલ પર લગાવેલા મહાનુભવોના સ્ટેચ્યુ આજે માસ્ક લગાવવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી,સ્વામી વિવેકાનંદ સ્વામીજી, જવાહરલાલ નહેરૂ, ર્ડા. બાબાસાહેબ આંબેડકર, બીરસા મુંડા સહિતની પ્રતિમાઓને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. દાહોદમાં કોરોનાનો આંકડો ૧૭ પર પહોંચતા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર એલર્ટ બની છે અને લોકોમાં પણ કોરોના સંક્રમણ અંગે જન જાગૃતિ ફેલાય તે બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્નશીલ રહી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. માટે લોકોમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે લોકજાગૃતિ ફેલાય તે માટે આ મહાનુભવોની પ્રતિમાઓને માસ્ક પહેરાવ્યા હતા.
#Sindhuuday Dahod

