ગટરના પાણી રસ્તા પર ફરી વળતા નગરજનો અને દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો.
નરેશ ગનવાણી નડિયાદ
ગટરના પાણી રસ્તા પર ફરી વળતા નગરજનો અને દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો
મહુધાના બજારમાં ચોકડી પર ગટરના પાણી સમગ્ર રસ્તા પર ફરી વળતા બજારમાં ખરીદી કરવા આવતા નગરજનો અને દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે.નગરમાં ઓપન ગટર હોય કે ભૂગર્ભ ગટરની સમસ્યા દર દોઢ બે માસે રણછોડજી મંદિરથી ડડુસર તરફ જતા રસ્તા પર ભૂગર્ભ ગટરના દુષિત અને દુર્ગંધ ભર્યા પાણી વારંવાર બાજુની શાળા શંકુલમાં પ્રવેશી જાય છે.નગરના મુખ્ય બજારની ચોકડી પર ગટરના પાણી સમગ્ર રસ્તા પર ફરીવળતા દુકાનદારો તેમજ ખરીદી કરવા નીકળેલા નગરજનોને ભારે હાલાકી વેઠવાની વારી આવી છે.ગટરના પાણી રસ્તા પર ફરીવળતા દુકાનદારો તેમજ મુલાકાતિઓને અત્યંત દુર્ગંધ ભર્યા વાતાવરણ વચ્ચે ફરજિયાત દુકાન ખુલ્લી રાખી ધંધો કરવાની ફરજ પડી હતી.ત્યારે સત્વરે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.