વડતાલ ગોમતીતીરે યોજાનાર ગુરૂમંત્ર મહોત્સવ અંતર્ગત મંદિર પરિસરમાં ૨૧ કુંડી હરિયાગનો  મંગલ પ્રારંભ.

નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ ગોમતીતીરે યોજાનાર ગુરૂમંત્ર મહોત્સવ અંતર્ગત મંદિર પરિસરમાં ૨૧ કુંડી હરિયાગનો  મંગલ પ્રારંભ

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ ગોમતી તીરે યોજાનાર ગુરૂમંત્ર મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિર પરિસરમાં ૨૧ કુંડી હરિયાગનો શુક્રવારે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજએ મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સુરત રામપુરા મંદિરના કોઠારી પી.પી.સ્વામી, કેશવસ્વામી, ધર્મપ્રકાશસ્વામી, (મુંબઇ-ભુલેશ્વર) ભક્તિચરણસ્વામી, શ્યામવલ્લભસાવામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી વિગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂ.મહારાજએ યજ્ઞ પૂજનબા યજ્ઞનારાયણ દેવની આરતી ઉતારી સંતો સાથે યજ્ઞનારાયણ દેવની પ્રદક્ષિણા કરી હતી. આ પ્રસંગે મહારાજશ્રીએ ૩૧૦૦ જેટલી મહાપૂજામાં બેઠેલ પૂજાર્થી બહેનોને આર્શીવાદ પાઠવી ગુરૂમંત્રનો મહિમા સમજાવ્યો હતો. અને ઉત્સવીયા સંત શ્યામવલ્લભસ્વામીની સેવાઓને બિરદાવી હતી.૪૦૦ ઉપરાંત સ્વયંસેવકોએ મહાપૂજાની સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા આ ત્રિદિવસીય યજ્ઞના ૨૧ કુંડ છે. મંદિરના પુરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત ૧૦૮ ભુદેવો મંત્ર આહુતિ અર્પણ કરી રહ્યા છે. અને દિવસને અંતે એક કરોડ મંત્ર આહુતિ અર્પણ થશે. પૂ.ગાદીવાળા માતૃશ્રીના નેજા હેઠળ યોજાયેલ નારી શક્તિ નારી ભક્તિ સાથેનો આ ગુરૂમંત્ર મહોત્સવ પ્રથમ છે. યજ્ઞ પ્રારંભ સમયે ૬૦ ઉપરાંત સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મૂળ સંપ્રદાયના સત્સંગી બહેનોને ગુરૂમંત્ર પ્રાપ્ત થાય અને સાથે સાથે વડતાલ ધામનો મહિમા દ્રઢ થાય એવા શુભ આશયથી ગુરૂમંત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગુરૂમંત્ર મહોત્સવમાં તમામ સંચાલન ફક્ત સાંખ્યયોગી માતાઓ તથા સત્સંગી બહેનો ગકરી રહી છે. સમગ્ર કાર્યક્રમ બહેનો માટેનો છે. ગુરૂમંત્ર સાથે નારી ઉત્કર્ષને પણ વિશેષ સ્થાન અપાયું છે. એટલે તો નારી શક્તિ નારી ભક્તિને પૂ.ગાદીવાળા માતૃશ્રીએ મહોત્સવમાં પ્રાધાન્યતા આપી છે. અને નારીનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર મહોત્સવમાં ઉતારા સહિતની તમામ વ્યવસ્થા સાંખ્યયોગી પુરીબા, કમુબેન તથા હેતલબેન સંભાળી રહ્યા છે. જ્યારે ૮ હજારથી વધુ બહેનોના રસોડા ભોજનની વ્યવસ્થા ગોવિંદસ્વામી (મેતપુરવાળા) કે.પી.સ્વામી તથા ટ્રસ્ટી સભ્ય પાર્ષદ ઘનશ્યામ ભગત સંભાળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!