ઝાલોદ એ.પી.એમ.સી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુનો પ્રોગ્રામ યોજાયો.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુનો પ્રોગ્રામ યોજાયો

પ્રાંત અધિકારી ગોહિલ, મામલતદાર પરમાર, ચીફ ઓફિસર હઠીલાના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામ યોજાયો

 ઝાલોદ નગરમાં આજરોજ તારીખ 29-12-2023 શુક્રવારના રોજ એ.પી. એમ.સી ખાતે નગરપાલિકા દ્વારા સવારે 9 થી 5 દરમ્યાન વિકસીત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુનો પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ નાગરિક ભારત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓને સમજી તેનો લાભ ઉઠાવી શકે તે માટેનો હતો. 

આ જનહિતલક્ષી યોજનાઓના લાભાર્થી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તેની જાગૃતિ કેળવવા માટે યોજાયો હતો. ભારત સરકારના વિકાસના કાર્યો જન જન સુધી પહોંચે અને તે દરેક વ્યક્તિ તેનો સીધો લાભ લે અને અન્ય વ્યક્તિઓને સીધો લાભ અપાવે તેવો મુખ્ય આશય હતો. ત્યારબાદ સેવાસેતુનો પ્રોગ્રામ યોજાયો તેમાં કોઈ પણ નાગરિકને પોતાના નાના નાના સરકારી ઓફિસના જાહેર હિતના યોગ્ય કામો અને યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળે તે મુખ્ય આશય હતો.મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા આ પ્રોગ્રામનો લાભ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે નગરના પ્રાંત અધિકારી ગોહિલ,મામલતદાર પરમાર, ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, જી.ઈ.બી કાર્યપાલક ઈજનેર વસૈયા, ઝાલોદ ભાજપ શહેર પ્રમુખ દિનેશ પંચાલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અગ્નેશ પંચાલ અને ટપુ વસૈયા, ભાજપ શહેર મહામંત્રી મનું બારીયા તેમજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ ભાજપ શહેર મહિલા મોરચાના પ્રમુખ રીટા સોલંકી, નગરપાલિકા સ્ટાફગણ અને નગરમાંથી મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: